હિબ્રૂઓને પત્ર ૬:૮
પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.હિબ્રૂઓને પત્ર ૬:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 6:8
- but if it bears thorns and thistles, it is rejected and near being cursed, whose end is to be burned.
- हिन्दी — इब्रानियों ६:८
- पर यदि वह झाड़ी और ऊँटकटारे उगाती है, तो निकम्मी और श्रापित होने पर है, और उसका अन्त जलाया जाना है। (यूह. 15:6)
સંદર્ભમાં
૬અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.
૭જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
૮પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.
૯પણ પ્રિય બંધુઓ, જોકે અમે એવું કહીએ છીએ તોપણ તમારા સંબંધી એનાં કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે.
૧૦કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.
