હિબ્રૂઓને પત્ર ૮:૭
કેમ કે જો તે પહેલા કરાર નિર્દોષ હતો, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ.હિબ્રૂઓને પત્ર ૮:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 8:7
- For if that first covenant had been faultless, then no place would have been sought for a second.
- हिन्दी — इब्रानियों ८:७
- क्योंकि यदि वह पहली वाचा निर्दोष होती, तो दूसरी के लिये अवसर न ढूँढ़ा जाता।
સંદર્ભમાં
૫જેઓ સ્વર્ગમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, કેમ કે જેમ મૂસા જયારે મંડપ ઊભો કરવાનો હતો ત્યારે તેને ઈશ્વરે કહ્યું કે, ‘જે નમૂનો તને પહાડ પર બતાવ્યો હતો, તે પ્રમાણે તમામ બાબતોની રચના કાળજીપૂર્વક કર.’”
૬પણ હવે જેમ ખ્રિસ્ત વધારે સારાં વચનોથી ઠરાવેલા અને વધારે સારા કરારના મધ્યસ્થ છે, તેમ તેમને વધારે સારું સેવાકાર્ય કરવાનું મળ્યું.
૭કેમ કે જો તે પહેલા કરાર નિર્દોષ હતો, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ.
૮પણ દોષ કાઢતાં ઈશ્વર તેઓને કહે છે કે, ‘જુઓ, પ્રભુ એમ કહે છે કે, એવા દિવસો આવે છે, કે જેમાં હું ઇઝરાયલના લોકોની સાથે તથા યહૂદિયા લોકોની સાથે નવો કરાર કરીશ.
૯તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવવા માટે જે દિવસે મેં તેઓનો હાથ પકડ્યો, ત્યારે તેઓની સાથે જે કરાર મેં કર્યો હતો, તે પ્રમાણેનો કરાર તે નહિ હોય કારણ કે તેઓ મારા કરાર મુજબ ચાલ્યા નહિ એટલે મેં તેઓ સંબંધી કશી પરવા કરી નહિ, એવું પ્રભુ કહે છે.’”
