હિબ્રૂઓને પત્ર ૯:૧૯
કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,હિબ્રૂઓને પત્ર ૯:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 9:19
- For when every commandment had been spoken by Moses to all the people according to the law, he took the blood of the calves and the goats, with water and scarlet wool and hyssop, and sprinkled both the book itself and all the people,
- हिन्दी — इब्रानियों ९:१९
- क्योंकि जब मूसा सब लोगों को व्यवस्था की हर एक आज्ञा सुना चुका, तो उसने बछड़ों और बकरों का लहू लेकर, पानी और लाल ऊन, और जूफा के साथ, उस पुस्तक पर और सब लोगों पर छिड़क दिया। (लैव्य. 14:4 गिन. 19:6)
સંદર્ભમાં
૧૭કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?
૧૮એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી.
૧૯કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,
૨૦‘જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.
૨૧તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળાં પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું.
