હોશિયા ૧૧:૯
હું મારા ક્રોધના આવેશ મુજબ વર્તીશ નહિ, હું ફરીથી એફ્રાઇમનો નાશ કરીશ નહિ, કેમ કે હું ઈશ્વર છું, માણસ નથી; હું તારી વચ્ચે રહેનાર પરમપવિત્ર ઈશ્વર છું. હું કોપાયમાન થઈને આવીશ નહિ.હોશિયા ૧૧:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 11:9
- I will not execute the fierceness of my anger. I will not return to destroy Ephraim, for I am God, and not man—the Holy One among you. I will not come in wrath.
- हिन्दी — होशे ११:९
- मैं अपने क्रोध को भड़कने न दूँगा, और न मैं फिर एप्रैम को नाश करूँगा; क्योंकि मैं मनुष्य नहीं परमेश्वर हूँ, मैं तेरे बीच में रहनेवाला पवित्र हूँ; मैं क्रोध करके न आऊँगा।
સંદર્ભમાં
૭મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.
૮હે એફ્રાઇમ, હું શી રીતે તારો ત્યાગ કરું? હે ઇઝરાયલ, હું તને કેવી રીતે બીજાને સોંપી દઉં? હું શી રીતે તારા હાલ આદમાના જેવા કરું? હું શી રીતે સબોઈમની જેમ તારી સાથે વર્તું? મારું મન પાછું પડે છે; મારી બધી કરુણા પ્રબળ થાય છે.
૯હું મારા ક્રોધના આવેશ મુજબ વર્તીશ નહિ, હું ફરીથી એફ્રાઇમનો નાશ કરીશ નહિ, કેમ કે હું ઈશ્વર છું, માણસ નથી; હું તારી વચ્ચે રહેનાર પરમપવિત્ર ઈશ્વર છું. હું કોપાયમાન થઈને આવીશ નહિ.
૧૦યહોવાહ સિંહની જેમ ગર્જના કરશે, તેઓ તેમની પાછળ ચાલશે. હા તે ગર્જના કરશે, અને લોકો પશ્ચિમથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે.
૧૧તેઓ મિસરમાંથી પક્ષીની જેમ, આશ્શૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે. હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ.” આ યહોવાહનું વચન છે.
