હોશિયા ૧૩:૮
જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય તેવી રીંછણની જેમ હું તેઓના પર હુમલો કરીશ; હું તેઓની છાતી ચીરી નાખીશ, ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી પશુઓ તેઓને ફાડી નાખશે.હોશિયા ૧૩:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 13:8
- I will meet them like a bear that is bereaved of her cubs, and will tear the covering of their heart. There I will devour them like a lioness. The wild animal will tear them.
- हिन्दी — होशे १३:८
- मैं बच्चे छीनी हुई रीछनी के समान बनकर उनको मिलूँगा, और उनके हृदय की झिल्ली को फाड़ूँगा, और सिंह के समान उनको वहीं खा डालूँगा, जैसे वन-पशु उनको फाड़ डाले।
સંદર્ભમાં
૬જ્યારે તેઓને ઘાસચારો મળ્યો ત્યારે તેઓ ધરાયા; જ્યારે તેઓ તૃપ્ત થયા, ત્યારે તેઓનું હૃદય ગર્વિષ્ઠ થયું તે કારણથી તેઓ મને ભૂલી ગયા.
૭એટલે હું તમારા માટે સિંહ જેવો થઈશ, દીપડાની જેમ હું રસ્તાની બાજુએ રાહ જોઈને બેસી રહીશ.
૮જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય તેવી રીંછણની જેમ હું તેઓના પર હુમલો કરીશ; હું તેઓની છાતી ચીરી નાખીશ, ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી પશુઓ તેઓને ફાડી નાખશે.
૯હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે, કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો.
૧૦તારાં બધાં નગરોમાં તારું બચાવ કરનાર, તારો રાજા ક્યાં છે? “મને રાજા તથા સરદારો આપો” જેના વિષે તેં મને કહ્યું હતું તે તારા અધિકારીઓ ક્યાં છે?
