હોશિયા ૫:૧૫
તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે; પોતાના દુ:ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે, ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ.”હોશિયા ૫:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 5:15
- I will go and return to my place, until they acknowledge their offense, and seek my face. In their affliction they will seek me earnestly.”
- हिन्दी — होशे ५:१५
- जब तक वे अपने को अपराधी मानकर मेरे दर्शन के खोजी न होंगे तब तक मैं अपने स्थान को न लौटूँगा , और जब वे संकट में पड़ेंगे, तब जी लगाकर मुझे ढूँढ़ने लगेंगे।
સંદર્ભમાં
૧૩જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી જોઈ, અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો, ત્યારે એફ્રાઇમ આશ્શૂરની પાસે ગયો અને મોટા રાજા યારેબની પાસે સંદેશાવાહક મોકલ્યો. પણ તે તમને સાજા કરી શકે એમ નથી કે, તમારા ઘા રુઝાવી શકે એમ નથી.
૧૪કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ, યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ. હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ; હું તેમને પકડી લઈ જઈશ, તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.
૧૫તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે; પોતાના દુ:ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે, ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ.”
