હોશિયા ૫:૮
ગિબયાહમાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો. બેથ-આવેનમાં ભયસૂચક વગાડો: ‘હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!’હોશિયા ૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 5:8
- “Blow the cornet in Gibeah, and the trumpet in Ramah! Sound a battle cry at Beth Aven, behind you, Benjamin!
- हिन्दी — होशे ५:८
- गिबा में नरसिंगा, और रामाह में तुरही फूँको। बेतावेन में ललकार कर कहो; हे बिन्यामीन, आगे बढ़!
સંદર્ભમાં
૬તેઓ યહોવાહની શોધ કરવા પોતાનાં ટોળું તથા જાનવર લઈને જશે, પણ તે તેઓને મળશે નહિ, કેમ કે તે તેઓની પાસેથી જતા રહ્યા છે.
૭તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે, કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે. હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.
૮ગિબયાહમાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો. બેથ-આવેનમાં ભયસૂચક વગાડો: ‘હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!’
૯શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.
૧૦યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે. હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.
