હોશિયા ૬:૪
હે એફ્રાઇમ હું તને શું કરું? હે યહૂદિયા હું તને શું કરું? તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે.હોશિયા ૬:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 6:4
- “Ephraim, what shall I do to you? Judah, what shall I do to you? For your love is like a morning cloud, and like the dew that disappears early.
- हिन्दी — होशे ६:४
- हे एप्रैम, मैं तुझ से क्या करूँ? हे यहूदा, मैं तुझ से क्या करूँ? तुम्हारा स्नेह तो भोर के मेघ के समान, और सवेरे उड़ जानेवाली ओस के समान है।
સંદર્ભમાં
૨બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે; ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે, આપણે તેમની આગળ જીવતા રહીશું.
૩ચાલો આપણે યહોવાહને જાણીએ, યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ. તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે. તે વરસાદની જેમ, વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે.
૪હે એફ્રાઇમ હું તને શું કરું? હે યહૂદિયા હું તને શું કરું? તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે.
૫માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે, મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે. મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
૬કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.
