હોશિયા ૯:૧૦
યહોવાહ કહે છે કે, “જેમ અરણ્યમાં દ્રાક્ષા મળે તે જ રીતે મને ઇઝરાયલ મળ્યું. અંજીરીની મોસમમાં જેમ પ્રથમ અંજીર મળે તેમ મેં તમારા પૂર્વજોને જોયા. પણ તેઓ બઆલ-પેઓર પાસે ગયા, તેઓ શરમજનક વસ્તુને સમર્પિત થયા. તેઓ પોતાની પ્રિય મૂર્તિઓના જેવા ધિક્કારપાત્ર થયા.હોશિયા ૯:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hosea 9:10
- I found Israel like grapes in the wilderness. I saw your fathers as the first ripe in the fig tree at its first season; but they came to Baal Peor, and consecrated themselves to the shameful thing, and became abominable like that which they loved.
- हिन्दी — होशे ९:१०
- मैंने इस्राएल को ऐसा पाया जैसे कोई जंगल में दाख पाए; और तुम्हारे पुरखाओं पर ऐसे दृष्टि की जैसे अंजीर के पहले फलों पर दृष्टि की जाती है। परन्तु उन्होंने बालपोर के पास जाकर अपने को लज्जा का कारण होने के लिये अर्पण कर दिया, और जिस पर मोहित हो गए थे, वे उसी के समान घिनौने हो गए।
સંદર્ભમાં
૮પ્રબોધક જે મારા ઈશ્વરની સાથે છે તે એફ્રાઇમનો ચોકીદાર છે, પણ તેના બધા માર્ગોમાં પક્ષીઓની જાળ છે, તેના ઈશ્વરના ઘરમાં વૈર છે.
૯ગિબયાહના દિવસોમાં થયા હતા તેમ, તેઓ અતિ ભ્રષ્ટ થયા છે. ઈશ્વર તેઓના અપરાધોને યાદ કરીને, તેઓનાં પાપોની સજા કરશે.
૧૦યહોવાહ કહે છે કે, “જેમ અરણ્યમાં દ્રાક્ષા મળે તે જ રીતે મને ઇઝરાયલ મળ્યું. અંજીરીની મોસમમાં જેમ પ્રથમ અંજીર મળે તેમ મેં તમારા પૂર્વજોને જોયા. પણ તેઓ બઆલ-પેઓર પાસે ગયા, તેઓ શરમજનક વસ્તુને સમર્પિત થયા. તેઓ પોતાની પ્રિય મૂર્તિઓના જેવા ધિક્કારપાત્ર થયા.
૧૧એફ્રાઇમની ગૌરવ પક્ષીની જેમ ઊડી જશે. ત્યાં કોઈ જન્મ, કોઈ ગર્ભવતી અને કોઈ ગર્ભાધાન થશે નહિ.
૧૨જોકે તેઓ બાળકો ઉછેરે, તોપણ એકપણ પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને દૂર લઈ જઈશ. જ્યારે હું તેઓનાથી દૂર જઈશ ત્યારે તેઓને અફસોસ!
