યશાયા ૧૬:૯
તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માહની દ્રાક્ષવાડીને માટે રડીશ; હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ. કેમ કે તારા ઉનાળાંનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે.યશાયા ૧૬:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 16:9
- Therefore I will weep with the weeping of Jazer for the vine of Sibmah. I will water you with my tears, Heshbon, and Elealeh: for on your summer fruits and on your harvest the battle shout has fallen.
- हिन्दी — यशायाह १६:९
- मैं याजेर के साथ सिबमा की दाखलताओं के लिये भी रोऊँगा ; हे हेशबोन और एलाले, मैं तुम्हें अपने आँसुओं से सींचूँगा; क्योंकि तुम्हारे धूपकाल के फलों के और अनाज की कटनी के समय की ललकार सुनाई पड़ी है।
સંદર્ભમાં
૭તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો.
૮કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માહની દ્રાક્ષવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.
૯તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માહની દ્રાક્ષવાડીને માટે રડીશ; હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ. કેમ કે તારા ઉનાળાંનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે.
૧૦ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. દ્રાક્ષકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે.
૧૧તેથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ વાગે છે અને કીર-હેરેસને માટે મારી આંતરડી કકળે છે.
