યશાયા ૧૮:૨
તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ.યશાયા ૧૮:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 18:2
- that sends ambassadors by the sea, even in vessels of papyrus on the waters, saying, “Go, you swift messengers, to a nation tall and smooth, to a people awesome from their beginning onward, a nation that measures out and treads down, whose land the rivers divide!”
- हिन्दी — यशायाह १८:२
- और समुद्र पर दूतों को सरकण्डों की नावों में बैठाकर जल के मार्ग से यह कह के भेजता है, हे फुर्तीले दूतों, उस जाति के पास जाओ जिसके लोग बलिष्ठ और सुन्दर हैं, जो आदि से अब तक डरावने हैं, जो मापने और रौंदनेवाला भी हैं, और जिनका देश नदियों से विभाजित किया हुआ है।
સંદર્ભમાં
૧કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાળા દેશને અફસોસ;
૨તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ.
૩હે જગતના સર્વ રહેવાસીઓ અને પૃથ્વી પર રહેનારાઓ, પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે ત્યારે સાંભળજો.
૪યહોવાહે મને એમ કહ્યું કે, “હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ.”
