યશાયા ૨૩:૧૩
ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.યશાયા ૨૩:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 23:13
- Behold, the land of the Chaldeans. This people didn’t exist. The Assyrians founded it for those who dwell in the wilderness. They set up their towers. They overthrew its palaces. They made it a ruin.
- हिन्दी — यशायाह २३:१३
- कसदियों के देश को देखो , वह जाति अब न रही; अश्शूर ने उस देश को जंगली जन्तुओं का स्थान बनाया। उन्होंने मोर्चे बन्दी के अपने गुम्मट बनाए और राजभवनों को ढा दिया, और उसको खण्डहर कर दिया।
સંદર્ભમાં
૧૧યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.
૧૨તેમણે કહ્યું, “સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”
૧૩ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.
૧૪હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે.
૧૫તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે:
