યશાયા ૨૮:૨૩
કાન ધરીને મારી વાણી સાંભળો; ધ્યાનથી મારું વચન સાંભળો.યશાયા ૨૮:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 28:23
- Give ear, and hear my voice! Listen, and hear my speech!
- हिन्दी — यशायाह २८:२३
- कान लगाकर मेरी सुनो, ध्यान धरकर मेरा वचन सुनो।
સંદર્ભમાં
૨૧કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.
૨૨તો હવે તમે ઉપહાસ ના કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. કેમ કે આખી પૃથ્વી પર આવનાર વિનાશની ખબર મેં પ્રભુ, સૈન્યોના યહોવાહ પાસેથી સાંભળી છે.
૨૩કાન ધરીને મારી વાણી સાંભળો; ધ્યાનથી મારું વચન સાંભળો.
૨૪શું ખેડૂત વાવણી માટે ખેતર ખેડ્યા જ કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે?
૨૫જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું?
