યશાયા ૨૯:૮
જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે. જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે. તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે.યશાયા ૨૯:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 29:8
- It will be like when a hungry man dreams, and behold, he eats; but he awakes, and his hunger isn’t satisfied; or like when a thirsty man dreams, and behold, he drinks; but he awakes, and behold, he is faint, and he is still thirsty. The multitude of all the nations that fight against Mount Zion will be like that.
- हिन्दी — यशायाह २९:८
- और जैसा कोई भूखा स्वप्न में तो देखता है कि वह खा रहा है, परन्तु जागकर देखता है कि उसका पेट भूखा ही है, या कोई प्यासा स्वप्न में देखें की वह पी रहा है, परन्तु जागकर देखता है कि उसका गला सूखा जाता है और वह प्यासा मर रहा है; वैसी ही उन सब जातियों की भीड़ की दशा होगी जो सिय्योन पर्वत से युद्ध करेंगी।
સંદર્ભમાં
૬સૈન્યોના યહોવાહ મેઘગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી અને ગળી જનાર અગ્નિની જ્વાળાઓ મારફતે તને સજા કરશે.
૭જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે; એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે, તેઓનો સમુદાય સ્વપ્ન જેવો અને રાત્રીના આભાસ જેવો થઈ જશે.
૮જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે. જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે. તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે.
૯વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને અંધ કરીને દૃષ્ટિહીન થઈ જાઓ! ભાન ભૂલેલા થાઓ, પણ દ્રાક્ષારસથી નહિ; લથડિયાં ખાઓ પણ દારૂથી નહિ.
૧૦કેમ કે યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે. તેમણે તમારી આંખો એટલે પ્રબોધકોને બંધ કર્યા છે અને તમારાં શિર એટલે દ્રષ્ટાઓને ઢાંકી દીધા છે.
