યશાયા ૩૦:૧૫
પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે, “પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે. પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.યશાયા ૩૦:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 30:15
- For thus said the Lord GOD, the Holy One of Israel, “You will be saved in returning and rest. Your strength will be in quietness and in confidence.” You refused,
- हिन्दी — यशायाह ३०:१५
- प्रभु यहोवा, इस्राएल का पवित्र यह कहता है, “लौट आने और शान्त रहने में तुम्हारा उद्धार है; शान्त रहने और भरोसा रखने में तुम्हारी वीरता है।” परन्तु तुम ने ऐसा नहीं किया,
સંદર્ભમાં
૧૩માટે તમારાં આ પાપ ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.
૧૪કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ.
૧૫પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે, “પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે. પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.
૧૬ઊલટું તમે કહ્યું, ‘ના, અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,’ તે માટે તમે નાસશો જ; અને તમે કહ્યું, ‘અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,’ તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે.
૧૭એકની ધમકીથી એક હજાર નાસી જશે; પાંચની ધમકીથી તમે બધા નાસી જશો અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા અને ડુંગર પર નિશાનના જેવા થોડા જ રહી જશો.”
