યશાયા ૩૮:૧૬
હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે.યશાયા ૩૮:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 38:16
- Lord, men live by these things; and my spirit finds life in all of them. You restore me, and cause me to live.
- हिन्दी — यशायाह ३८:१६
- हे प्रभु, इन्हीं बातों से लोग जीवित हैं, और इन सभी से मेरी आत्मा को जीवन मिलता है। तू मुझे चंगा कर और मुझे जीवित रख!
સંદર્ભમાં
૧૪અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો.
૧૫હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે; મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ.
૧૬હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે.
૧૭આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.
૧૮કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ.
