યશાયા ૩૮:૯
યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે:યશાયા ૩૮:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 38:9
- The writing of Hezekiah king of Judah, when he had been sick, and had recovered of his sickness:
- हिन्दी — यशायाह ३८:९
- यहूदा के राजा हिजकिय्याह का लेख जो उसने लिखा जब वह रोगी होकर चंगा हो गया था, वह यह है:
સંદર્ભમાં
૭અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે:
૮જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો.
૯યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે:
૧૦મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે.
૧૧મેં કહ્યું, હું કદી યહોવાહને જોઈશ નહિ, જીવતાઓની ભૂમિમાં હું યહોવાહને જોઈશ નહિ; હું ફરી કદી મનુષ્યને તથા સંસારના રહેવાસીઓને નિહાળીશ નહિ.
