યશાયા ૪૦:૧૫
જુઓ, પ્રજાઓ ડોલમાંથી ટપકતાં ટીપાં જેવી અને ત્રાજવાંને ચોંટેલી રજ સમાન ગણાયેલી છે; જુઓ, દ્વીપો ઊડી જતી ધૂળ જેવા છે.યશાયા ૪૦:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 40:15
- Behold, the nations are like a drop in a bucket, and are regarded as a speck of dust on a balance. Behold, he lifts up the islands like a very little thing.
- हिन्दी — यशायाह ४०:१५
- देखो, जातियाँ तो डोल की एक बूँद या पलड़ों पर की धूल के तुल्य ठहरीं; देखो, वह द्वीपों को धूल के किनकों सरीखे उठाता है।
સંદર્ભમાં
૧૩કોણે યહોવાહનો આત્મા માપી આપ્યો છે, અથવા તેઓના મંત્રી થઈને તેમને કોણે સલાહ આપી છે?
૧૪તેઓને કોની પાસેથી સલાહ મળી શકે? કોણે તેઓને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને ડહાપણ શીખવ્યું? અને કોણ તેઓને બુદ્ધિ અને સમજણનો માર્ગ જણાવી શકે?
૧૫જુઓ, પ્રજાઓ ડોલમાંથી ટપકતાં ટીપાં જેવી અને ત્રાજવાંને ચોંટેલી રજ સમાન ગણાયેલી છે; જુઓ, દ્વીપો ઊડી જતી ધૂળ જેવા છે.
૧૬લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી, કે તે પરનાં પશુઓ દહનીયાર્પણને માટે પૂરતાં નથી.
૧૭સર્વ પ્રજાઓ તેમની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને નહિ જેવી ગણી છે.
