યશાયા ૪૨:૧૮
હે બધિરજનો, સાંભળો; અને હે અંધજનો, નજર કરીને જુઓ.યશાયા ૪૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 42:18
- “Hear, you deaf, and look, you blind, that you may see.
- हिन्दी — यशायाह ४२:१८
- हे बहरों, सुनो; हे अंधों, आँख खोलो कि तुम देख सको! (मत्ती 11:5)
સંદર્ભમાં
૧૬જે માર્ગ અંધજનો જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે માર્ગોની તેઓને માહિતી નથી, તેઓ પર હું તેઓને ચાલતા કરીશ. તેઓની સંમુખ હું અંધકારને અજવાળારૂપ અને ખરબચડી જગાઓને સપાટ કરીશ. આ બધાં કામ હું કરવાનો છું અને તેઓને પડતા મૂકીશ નહિ.
૧૭જેઓ કોરેલી મૂર્તિઓ પર ભરોસો રાખે છે અને ઢાળેલી મૂર્તિઓને કહે છે, “તમે અમારા દેવ છો,” તેઓ પાછા ફરશે, તેઓ લજ્જિત થશે.
૧૮હે બધિરજનો, સાંભળો; અને હે અંધજનો, નજર કરીને જુઓ.
૧૯મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા સંદેશવાહક જેવો બધિર કોણ છે? મારા કરારના સહભાગી જેવો અંધ અને યહોવાહના સેવક જેવો અંધ કોણ છે?
૨૦તેં ઘણી બાબતો જોઈ છે પણ તેમને નિહાળી નથી, તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.
