યશાયા ૪૪:૧૦
કોણે દેવને બનાવ્યો કે નકામી મૂર્તિને કોણે ઢાળી?યશાયા ૪૪:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 44:10
- Who has fashioned a god, or molds an image that is profitable for nothing?
- हिन्दी — यशायाह ४४:१०
- किसने देवता या निष्फल मूरत ढाली है?
સંદર્ભમાં
૮ગભરાશો નહિ કે બીશો નહિ. શું મેં પ્રાચીનકાળથી સંભળાવીને તેને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો: શું મારા વિના અન્ય કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નથી.”
૯કોરેલી મૂર્તિના બનાવનાર સર્વ શૂન્યવત છે; તેઓના પ્રિય પદાર્થો કશા કામના નથી; તેઓના સાક્ષીઓ પોતે જોતા નથી કે જાણતા નથી અને તેઓ લજ્જિત થાય છે.
૧૦કોણે દેવને બનાવ્યો કે નકામી મૂર્તિને કોણે ઢાળી?
૧૧જુઓ એના સર્વ સહકર્મીઓ લજ્જિત થશે; કારીગરો પોતે માણસો જ છે. તેઓ સર્વ ભેગા થાય તેઓ ભેગા રહે; તેઓ બી જશે અને લજ્જિત થશે.
૧૨લુહાર ઓજાર તૈયાર કરે છે, તે અંગારામાં કામ કરે છે, તે હથોડાથી તેને બનાવે છે અને પોતાના બળવાન હાથથી તેને ઘડે છે. વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી અને નિર્બળ થાય છે.
