યશાયા ૪૪:૧૬
તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે, તેના ઉપર તે માંસ પકવે છે. તે ખાય છે અને તૃપ્ત થાય છે. વળી તે તાપે છે અને કહે છે, ‘વાહ! મને હુંફ મળી છે, મેં આગ જોઈ છે.”યશાયા ૪૪:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 44:16
- He burns part of it in the fire. With part of it, he eats meat. He roasts a roast and is satisfied. Yes, he warms himself and says, “Aha! I am warm. I have seen the fire.”
- हिन्दी — यशायाह ४४:१६
- उसका एक भाग तो वह आग में जलाता और दूसरे भाग से माँस पकाकर खाता है, वह माँस भूनकर तृप्त होता; फिर तापकर कहता है, “अहा, मैं गर्म हो गया, मैंने आग देखी है!”
સંદર્ભમાં
૧૪તે પોતાને માટે એરેજવૃક્ષ, દેવદાર અને એલોન વૃક્ષ કાપી નાખે છે. વનનાં વૃક્ષોમાંનું એક મજબૂત વૃક્ષ પોતાને માટે પસંદ કરે છે; તે દેવદાર રોપે છે અને વરસાદ તેને મોટું કરે છે.
૧૫તે માણસને બળતણ તરીકે કામ લાગે છે અને તેમાંથી તાપે છે. હા, તેને સળગાવીને તેના પર રોટલી શેકે છે. વળી તેમાંથી તે દેવ બનાવીને તેને પ્રણામ કરે છે; તેની કોરેલી મૂર્તિ કરીને તે એને પગે લાગે છે.
૧૬તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે, તેના ઉપર તે માંસ પકવે છે. તે ખાય છે અને તૃપ્ત થાય છે. વળી તે તાપે છે અને કહે છે, ‘વાહ! મને હુંફ મળી છે, મેં આગ જોઈ છે.”
૧૭પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, તેની મૂર્તિ બનાવે છે, તે તેને પગે લાગે છે અને આદર આપે છે. અને તેની પ્રાર્થના કરીને કહે છે, “મને બચાવ, કેમ કે તું મારો દેવ છે.”
૧૮તેઓ જાણતા નથી કે સમજતા પણ નથી, તેઓની આંખો અંધ છે, જે કંઈ જોઈ શકતી નથી તથા તેઓનાં હૃદય કંઈ જાણી શકતાં નથી.
