યશાયા ૪૫:૯
જે કોઈ પોતાના કર્તાની સામે દલીલ કરે છે તેને અફસોસ! તે ભૂમિમાં માટીના ઠીકરામાંનું ઠીકરું જ છે! શું માટી કુંભારને પૂછશે કે, ‘તું શું કરે છે?’ અથવા ‘તું જે બનાવી રહ્યો હતો તે કહેશે કે - તારા હાથ નથી?’યશાયા ૪૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 45:9
- Woe to him who strives with his Maker— a clay pot among the clay pots of the earth! Shall the clay ask him who fashions it, ‘What are you making?’ or your work, ‘He has no hands’?
- हिन्दी — यशायाह ४५:९
- “हाय उस पर जो अपने रचनेवाले से झगड़ता है! वह तो मिट्टी के ठीकरों में से एक ठीकरा ही है! क्या मिट्टी कुम्हार से कहेगी, ‘तू यह क्या करता है?’ क्या कारीगर का बनाया हुआ कार्य उसके विषय कहेगा, ‘उसके हाथ नहीं है’? (रोम. 9:20,21)
સંદર્ભમાં
૭પ્રકાશનો કર્તા અને અંધકારનો ઉત્પન્ન કરનાર હું છું; હું શાંતિ અને સંકટ લાવનાર; હું, યહોવાહ એ સર્વનો કરનાર છું.
૮હે આકાશો, તમે ઉપરથી વરસો! હે વાદળો તમે ન્યાયી તારણ વરસાવો. પૃથ્વીને તે શોષી લેવા દો કે તેમાંથી ઉદ્ધાર ઊગે અને ન્યાયીપણું તેની સાથે ઊગશે. મેં, યહોવાહે તે બન્નેને ઉત્પન્ન કર્યાં છે.
૯જે કોઈ પોતાના કર્તાની સામે દલીલ કરે છે તેને અફસોસ! તે ભૂમિમાં માટીના ઠીકરામાંનું ઠીકરું જ છે! શું માટી કુંભારને પૂછશે કે, ‘તું શું કરે છે?’ અથવા ‘તું જે બનાવી રહ્યો હતો તે કહેશે કે - તારા હાથ નથી?’
૧૦જે પિતાને કહે છે, ‘તમે શા માટે પિતા છો?’ અથવા સ્ત્રીને કહે, ‘તમે કોને જન્મ આપો છો?’ તેને અફસોસ!
૧૧ઇઝરાયલના પવિત્ર, તેને બનાવનાર યહોવાહ કહે છે: ‘જે બિનાઓ બનવાની છે તે વિષે, તમે શું મને મારાં બાળકો વિષે પ્રશ્ન કરશો? શું મારા હાથનાં કાર્યો વિષે તમે મને કહેશો કે મારે શું કરવું?’
