યશાયા ૪૮:૬
તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.યશાયા ૪૮:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 48:6
- You have heard it. Now see all this. And you, won’t you declare it? “I have shown you new things from this time, even hidden things, which you have not known.
- हिन्दी — यशायाह ४८:६
- “तूने सुना है, अब इन सब बातों पर ध्यान कर; और देखो, क्या तुम उसका प्रचार न करोगे? अब से मैं तुझे नई-नई बातें और ऐसी गुप्त बातें सुनाऊँगा जिन्हें तू नहीं जानता। (प्रका. 1:19)
સંદર્ભમાં
૪કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે.
૫તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.”
૬તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.
૭હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી, તેથી તું એમ કહી શકીશ નહિ, “હા, હું તે જાણતો હતો.”
૮વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ. કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે.
