યશાયા ૫૭:૧૮
મેં તેના માર્ગો જોયા છે, પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ,યશાયા ૫૭:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 57:18
- I have seen his ways, and will heal him. I will lead him also, and restore comforts to him and to his mourners.
- हिन्दी — यशायाह ५७:१८
- मैं उसकी चाल देखता आया हूँ, तो भी अब उसको चंगा करूँगा; मैं उसे ले चलूँगा और विशेष करके उसके शोक करनेवालों को शान्ति दूँगा।
સંદર્ભમાં
૧૬કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી, રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય.
૧૭તેણે લોભથી પ્રાપ્ત કરવાને કરેલાં પાપને કારણે હું તેના પર રોષે ભરાયો હતો અને મેં તેને શિક્ષા કરી; મેં તેનાથી મારું મુખ ફેરવ્યું અને હું રોષમાં હતો, પણ તેં પાછો વળીને પોતાના હૃદયને માર્ગે ચાલ્યો ગયો.
૧૮મેં તેના માર્ગો જોયા છે, પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ,
૧૯અને હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ, જેઓ દૂર તથા પાસે છે તેઓને શાંતિ, શાંતિ થાઓ,” યહોવાહ કહે છે “તેઓને હું સાજા કરીશ.”
૨૦પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી, અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે.
