યશાયા ૬:૮
મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.”યશાયા ૬:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 6:8
- I heard the Lord’s voice, saying, “Whom shall I send, and who will go for us?” Then I said, “Here I am. Send me!”
- हिन्दी — यशायाह ६:८
- तब मैंने प्रभु का यह वचन सुना, “मैं किसको भेजूँ, और हमारी ओर से कौन जाएगा?” तब मैंने कहा, “मैं यहाँ हूँ! मुझे भेज।”
સંદર્ભમાં
૬પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને, મારી પાસે ઊડી આવ્યો.
૭તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું, “જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપ માફ થયું છે.”
૮મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.”
૯ત્યારે પ્રભુએ કહ્યું, “જા, અને આ લોકોને કહે કે, સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.
૧૦આ લોકોનાં મન જડ કરો અને તેઓના કાન બહેરા કરો અને આંખો અંધ કરો, રખેને તેઓ આંખોથી જુએ કે કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય.”
