યશાયા ૬૦:૧૬
તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.યશાયા ૬૦:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 60:16
- You will also drink the milk of the nations, and will nurse from royal breasts. Then you will know that I, the LORD, am your Savior, your Redeemer, the Mighty One of Jacob.
- हिन्दी — यशायाह ६०:१६
- तू जाति-जाति का दूध पी लेगी, तू राजाओं की छातियाँ चूसेगी; और तू जान लेगी कि मैं यहोवा तेरा उद्धारकर्ता और तेरा छुड़ानेवाला, याकूब का सर्वशक्तिमान हूँ।
સંદર્ભમાં
૧૪જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના દીકરા તારી પાસે નમતા આવશે; તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; તેઓ તને યહોવાહનું નગર, ઇઝરાયલના પવિત્રનું સિયોન, કહેશે.
૧૫તું એવું તજેલું તથા તિરસ્કાર પામેલું હતું કે જેમાંથી કોઈ પસાર થતું નહોતું, તેને બદલે હું તને સર્વકાળ વૈભવરૂપ તથા પેઢી દરપેઢી આનંદરૂપ બનાવીશ.
૧૬તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.
૧૭હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી; લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ.
૧૮તારા દેશમાં હિંસાની વાત, કે તારી સરહદોમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ; પણ તું તારા કોટોને ઉદ્ધાર અને તારા દરવાજાઓને સ્તુતિ કહેશે.
