યશાયા ૬૨:૧૦
દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો! બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો! પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો.યશાયા ૬૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 62:10
- Go through, go through the gates! Prepare the way of the people! Build up, build up the highway! Gather out the stones! Lift up a banner for the peoples.
- हिन्दी — यशायाह ६२:१०
- जाओ, फाटकों में से निकल जाओ, प्रजा के लिये मार्ग सुधारो; राजमार्ग सुधारकर ऊँचा करो , उसमें से पत्थर बीन-बीनकर फेंक दो, देश-देश के लोगों के लिये झण्डा खड़ा करो।
સંદર્ભમાં
૮યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.
૯કેમ કે ધાન્ય લણનારા જ તે ખાશે અને યહોવાહની સ્તુતિ કરશે અને દ્રાક્ષાને ભેગી કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણામાં દ્રાક્ષારસ પીશે.”
૧૦દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો! બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો! પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો.
૧૧જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે: “સિયોનની દીકરીને કહો, ‘જો તારો તારનાર આવે છે! જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.’”
૧૨તે તેઓને “પવિત્ર પ્રજા,” “યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો” કહેશે; અને તું “શોધી કાઢેલું,” “ન તજાયેલ નગર” કહેવાશે.
