યશાયા ૬૬:૬
નગરમાંથી યુદ્ધના કોલાહલનો અવાજ આવે છે, સભાસ્થાનમાંથી અવાજ સંભળાય છે, યહોવાહ જે શત્રુઓને બદલો વાળી આપે છે તેનો અવાજ સંભળાય છે.યશાયા ૬૬:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 66:6
- A voice of tumult from the city, a voice from the temple, a voice of the LORD that repays his enemies what they deserve.
- हिन्दी — यशायाह ६६:६
- “सुनो, नगर से कोलाहल की धूम! मन्दिर से एक शब्द, सुनाई देता है! वह यहोवा का शब्द है, वह अपने शत्रुओं को उनकी करनी का फल दे रहा है! (प्रका. 16:1,17)
સંદર્ભમાં
૪તે જ રીતે હું તેઓની શિક્ષા પસંદ કરીશ; તેઓ જેનાથી ડરે છે તે શિક્ષા હું તેમના પર લાવીશ, કારણ કે મેં હાંક મારી, ત્યારે કોઈએ ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો, ત્યારે કોઈએ સાંભળ્યું નહિ. તેઓએ મારી દૃષ્ટિમાં જે ખોટું છે તે કર્યું અને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.”
૫જેઓ તેમના વચનથી ધ્રૂજે છે તેઓ યહોવાહનું વચન સાંભળો: “તમારા ભાઈઓ જે તમારો દ્વેષ કરે છે અને મારા નામને લીધે તમને તજી દે છે તેઓએ કહ્યું, ‘યહોવાહ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ,’ પણ તેઓ લજ્જિત થશે.
૬નગરમાંથી યુદ્ધના કોલાહલનો અવાજ આવે છે, સભાસ્થાનમાંથી અવાજ સંભળાય છે, યહોવાહ જે શત્રુઓને બદલો વાળી આપે છે તેનો અવાજ સંભળાય છે.
૭પ્રસૂતિની પીડા થાય તે અગાઉ તેને પ્રસવ થયો; પ્રસવવેદના પહેલા જ તેને છોકરો જન્મ્યો.
૮આવું કોણે સાંભળ્યું છે? આવું કોણે જોયું છે? શું એક દિવસમાં દેશ અસ્તિત્વમાં આવે? શું પ્રજા એક જ ક્ષણમાં સ્થાપિત થાય? તેમ છતાં સિયોનને પ્રસવવેદના થઈ અને તેણે પોતાનાં બાળકોને જન્મ આપ્યો.
