યાકૂબનો પત્ર ૨:૧૪
મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે?યાકૂબનો પત્ર ૨:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — James 2:14
- What good is it, my brothers, if a man says he has faith, but has no works? Can faith save him?
- हिन्दी — याकूब २:१४
- हे मेरे भाइयों, यदि कोई कहे कि मुझे विश्वास है पर वह कर्म न करता हो, तो उससे क्या लाभ? क्या ऐसा विश्वास कभी उसका उद्धार कर सकता है?
સંદર્ભમાં
૧૨સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો.
૧૩કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.
૧૪મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે?
૧૫જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય,
૧૬અને તમારામાંનો કોઈ તેઓને કહે કે ‘શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;’ તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય?
