યર્મિયા ૧૨:૧૩
તેઓએ ઘઉં વાવ્યા છે અને કાંટા લણ્યા છે. તેઓએ મહેનત તો ઘણી કરી છે, પણ કશું પ્રાપ્ત થયું નથી. પણ યહોવાહના ઉગ્ર રોષને લીધે તેઓ પોતાના ખેતરની ફસલથી લજ્જિત થશે.યર્મિયા ૧૨:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 12:13
- They have sown wheat, and have reaped thorns. They have exhausted themselves, and profit nothing. You will be ashamed of your fruits, because of the LORD’s fierce anger.”
- हिन्दी — यिर्मयाह १२:१३
- उन्होंने गेहूँ तो बोया, परन्तु कँटीली झाड़ियाँ काटीं, उन्होंने कष्ट तो उठाया, परन्तु उससे कुछ लाभ न हुआ। यहोवा के क्रोध के भड़कने के कारण वे अपने खेतों की उपज के विषय में लज्जित हो।”
સંદર્ભમાં
૧૧તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, આખો દેશ ઉજ્જડ થયો છે; માટે હું શોક કરું છું. બધા દેશોએ તેને ઉજ્જડ કરી નાખ્યો છે, તેની દરકાર કોઈ રાખતું નથી.
૧૨જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે. કેમ કે યહોવાહની તલવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી.
૧૩તેઓએ ઘઉં વાવ્યા છે અને કાંટા લણ્યા છે. તેઓએ મહેનત તો ઘણી કરી છે, પણ કશું પ્રાપ્ત થયું નથી. પણ યહોવાહના ઉગ્ર રોષને લીધે તેઓ પોતાના ખેતરની ફસલથી લજ્જિત થશે.
૧૪જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇઝરાયલને આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે, તેઓ સર્વ વિષે યહોવાહ કહે છે, જુઓ, હું તેઓની ભૂમિમાંથી તેઓને ઉખેડી નાખીશ. અને હું તેઓના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઈશ.
૧૫વળી તેઓને ઉખેડ્યા બાદ, હું તેઓના પર દયા દર્શાવીશ તથા તેઓમાંના દરેકને તેઓના પોતાના વારસામાં અને પોતાના દેશમાં પાછા લાવીશ.
