યર્મિયા ૧૩:૮
પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,યર્મિયા ૧૩:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 13:8
- Then the LORD’s word came to me, saying,
- हिन्दी — यिर्मयाह १३:८
- तब यहोवा का यह वचन मेरे पास पहुँचा, “यहोवा यह कहता है,
સંદર્ભમાં
૬ઘણા દિવસો વીત્યા પછી, યહોવાહે મને કહ્યું, “ઊઠ અને ફ્રાત નદીએ જા. અને મેં તને જે કમરબંધ સંતાડવા આજ્ઞા આપી હતી તે ત્યાંથી લઈ આવ.”
૭આથી હું ફ્રાત નદીએ પાછો ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો ત્યાં ખોદ્યું. પણ જુઓ! કમરબંધ બગડી ગયો હતો; તે સંપૂર્ણપણે નકામો થઈ ગયો હતો.
૮પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
૯“યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તે જ રીતે હું યહૂદિયા અને યરુશાલેમનું ગર્વ ઉતારીશ.
૧૦તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે, તેઓ પોતાના હૃદયના દુરાગ્રહ મુજબ ચાલે છે. અને બીજા દેવોની સેવા પૂજા કરવા માટે તેમની પાછળ ગયા છે. આથી તે દુષ્ટ લોકોની પરિસ્થિતિ પણ આ કમરબંધ જેવી થશે કે જે તદ્દન નકામો થઈ ગયો છે.
