યર્મિયા ૧૪:૧
સુકવણા વિષે યહોવાહનું જે વચન, યર્મિયા પાસે આવ્યું તે આ છે;યર્મિયા ૧૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 14:1
- This is the LORD’s word that came to Jeremiah concerning the drought:
- हिन्दी — यिर्मयाह १४:१
- यहोवा का वचन जो यिर्मयाह के पास सूखा पड़ने के विषय में पहुँचा
સંદર્ભમાં
૧સુકવણા વિષે યહોવાહનું જે વચન, યર્મિયા પાસે આવ્યું તે આ છે;
૨“યહૂદિયા શોક કરે છે, તેનાં નગરોમાં શોક ફેલાયેલો છે. તેઓ ભૂમિ પર ઢળી પડ્યા છે; યરુશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.
૩ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા મોકલે છે. જ્યારે તેઓ ટાંકા પાસે જાય છે તો તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઈને પાછા ફરે છે; તેઓ લજવાઈ અને શરમિંદા થઈ પોતાના માથાં ઢાંકે છે.
