યર્મિયા ૧૯:૧૧
તેઓને કહે કે, સૈન્યોના યહોવાહ કહે છે કે; ફરી સમારી નહી શકાય તેવી રીતે કુંભારનું વાસણ ભાગી નાખવામાં આવે છે “તેમ આ લોકને તથા આ નગરને હું ભાગી નાખીશ.” એમ યહોવાહ કહે છે. દફનાવવાની જગ્યા રહે નહિ એટલા પ્રમાણમાં તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે.યર્મિયા ૧૯:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 19:11
- and shall tell them, ‘The LORD of Armies says: “Even so I will break this people and this city as one breaks a potter’s vessel, that can’t be made whole again. They will bury in Topheth until there is no place to bury.
- हिन्दी — यिर्मयाह १९:११
- और उनसे कहना, ‘सेनाओं का यहोवा यह कहता है कि जिस प्रकार यह मिट्टी का बर्तन जो टूट गया कि फिर बनाया न जा सके, इसी प्रकार मैं इस देश के लोगों को और इस नगर को तोड़ डालूँगा। और तोपेत नामक तराई में इतनी कब्रें होंगी कि कब्र के लिये और स्थान न रहेगा।
સંદર્ભમાં
૯તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકળામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના દીકરાઓનું તથા પોતાની દીકરીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.”
૧૦પણ જે માણસો તારી સાથે જાય છે તેઓની નજર સમક્ષ તે માટલી તું ભાંગી નાખ,
૧૧તેઓને કહે કે, સૈન્યોના યહોવાહ કહે છે કે; ફરી સમારી નહી શકાય તેવી રીતે કુંભારનું વાસણ ભાગી નાખવામાં આવે છે “તેમ આ લોકને તથા આ નગરને હું ભાગી નાખીશ.” એમ યહોવાહ કહે છે. દફનાવવાની જગ્યા રહે નહિ એટલા પ્રમાણમાં તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે.
૧૨યહોવાહ કહે છે કે, આ સ્થળની તથા તેમાંના રહેવાસીઓની દશા હું એવી કરીશ કે” “આ નગરને હું તોફેથના જેવું કરીશ.
૧૩વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશના સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓ અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે.”
