યર્મિયા ૨૦:૧૨
પણ હે સૈન્યોના યહોવાહ, ન્યાયની કસોટી કરનાર અને અંત:કરણ તથા હૃદયને પારખનાર, તેમના પર કરેલો તમારો પ્રતિકાર અને બદલો જોવા દો, કેમ કે મેં મારો દાવો તમારી આગળ રજૂ કર્યો છે.યર્મિયા ૨૦:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 20:12
- But the LORD of Armies, who tests the righteous, who sees the heart and the mind, let me see your vengeance on them, for I have revealed my cause to you.
- हिन्दी — यिर्मयाह २०:१२
- हे सेनाओं के यहोवा, हे धर्मियों के परखनेवाले और हृदय और मन के ज्ञाता, जो बदला तू उनसे लेगा, उसे मैं देखूँ, क्योंकि मैंने अपना मुकद्दमा तेरे ऊपर छोड़ दिया है।
સંદર્ભમાં
૧૦મેં ચારે બાજુથી તેઓની ધમકીઓ સાંભળી અને મને ડર છે, તેઓ કહે છે; ‘આપણે ફરિયાદ કરીશું.’ મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતા નિહાળવાને તાકે છે કે, કદાચ તે ફસાઈ જાય. અને ત્યારે આપણે તેને જીતીએ તો તેના પર આપણે વેર વાળીશું.’
૧૧પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવાહ મારી સાથે છે. જેઓ મારી પાછળ પડ્યા છે તેઓ ઠોકર ખાઈને પડી જશે. તેઓ મને હરાવશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે. તેઓ ફતેહ પામશે નહિ. તેઓનું અપમાન કાયમ રહેશે અને ભૂલાશે નહિ.
૧૨પણ હે સૈન્યોના યહોવાહ, ન્યાયની કસોટી કરનાર અને અંત:કરણ તથા હૃદયને પારખનાર, તેમના પર કરેલો તમારો પ્રતિકાર અને બદલો જોવા દો, કેમ કે મેં મારો દાવો તમારી આગળ રજૂ કર્યો છે.
૧૩યહોવાહનું ગીત ગાઓ, યહોવાહની સ્તુતિ કરો! કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.
૧૪જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ.
