યર્મિયા ૨૦:૧૫
‘તને દીકરો થયો છે’ એવી વધામણી, જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ.યર્મિયા ૨૦:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 20:15
- Cursed is the man who brought news to my father, saying, “A boy is born to you,” making him very glad.
- हिन्दी — यिर्मयाह २०:१५
- श्रापित हो वह जन जिसने मेरे पिता को यह समाचार देकर उसको बहुत आनन्दित किया कि तेरे लड़का उत्पन्न हुआ है।
સંદર્ભમાં
૧૩યહોવાહનું ગીત ગાઓ, યહોવાહની સ્તુતિ કરો! કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.
૧૪જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ.
૧૫‘તને દીકરો થયો છે’ એવી વધામણી, જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ.
૧૬જે નગરો યહોવાહે નષ્ટ કર્યા છે અને દયા કરી નહિ. તેઓની જેમ તે માણસ નાશ પામે. તે માણસ સવારમાં વિલાપ અને બપોરે રણનાદ સાંભળો.
૧૭કેમ કે, ગર્ભસ્થાનમાંથી જ મને બહાર આવતાની ઘડીએ જ તેણે મને મારી ન નાખ્યો, એમ થાત તો, મારી માતા જ મારી કબર બની હોત, તેનું ગર્ભસ્થાન સદાને માટે રહ્યું હોત.
