યર્મિયા ૨૨:૧
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ.યર્મિયા ૨૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 22:1
- The LORD said, “Go down to the house of the king of Judah, and speak this word there:
- हिन्दी — यिर्मयाह २२:१
- यहोवा ने यह कहा, “यहूदा के राजा के भवन में उतरकर यह वचन कह,
સંદર્ભમાં
૧યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ.
૨અને કહે કે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર તું અને તારા દાસો તથા તારા લોકો જેઓ આ દરવાજામાં થઈને અંદર આવે છે તે તમે યહોવાહનું વચન સાંભળો.
૩યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો.
