Skip to content
Methodist Church Nadiad
પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.

યર્મિયા ૨૨:૧૭ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJeremiah 22:17
But your eyes and your heart are only for your covetousness, for shedding innocent blood, for oppression, and for doing violence.”
हिन्दीयिर्मयाह २२:१७
परन्तु तू केवल अपना ही लाभ देखता है, और निर्दोष की हत्या करने और अंधेर और उपद्रव करने में अपना मन और दृष्टि लगाता है।”

સંદર્ભમાં

૧૫તું દેવદાર વૃક્ષના મહેલો બાંધીને સિદ્ધિ મેળવવા ઇચ્છે છે એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું અને નીતિ તથા તે ન્યાયથી વ્યવહાર કરતો નહોતો? તેથી જ તે સુખી થયો.

૧૬તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે.

૧૭પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.

૧૮તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ “ઓ, મારા ભાઈ!” અથવા “ઓ, મારી બહેન!” એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા “ઓ, મારા માલિક!” અને “ઓ, મારા રાજા!” એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ.

૧૯એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.