યર્મિયા ૨૫:૧
યહૂદિયાના રાજા, યોશિયાના દીકરા, યહોયાકીમના ચોથા વર્ષમાં એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના પહેલા વર્ષમાં યહૂદિયાના સર્વ લોક વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે;યર્મિયા ૨૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 25:1
- The word that came to Jeremiah concerning all the people of Judah, in the fourth year of Jehoiakim the son of Josiah, king of Judah (this was the first year of Nebuchadnezzar king of Babylon),
- हिन्दी — यिर्मयाह २५:१
- योशिय्याह के पुत्र यहूदा के राजा यहोयाकीम के राज्य के चौथे वर्ष में जो बाबेल के राजा नबूकदनेस्सर के राज्य का पहला वर्ष था, यहोवा का जो वचन यिर्मयाह नबी के पास पहुँचा,
સંદર્ભમાં
૧યહૂદિયાના રાજા, યોશિયાના દીકરા, યહોયાકીમના ચોથા વર્ષમાં એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના પહેલા વર્ષમાં યહૂદિયાના સર્વ લોક વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે;
૨અને જે વચન યર્મિયા પ્રબોધક યહૂદિયાના સર્વ લોકોની આગળ તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ આગળ બોલ્યો તે આ છે.
૩યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના તેરમા વર્ષથી તે આજ પર્યંત એટલે ત્રેવીસ વર્ષની મુદત સુધી યહોવાહનું વચન મારી પાસે આવ્યું. કે હું આગ્રહથી તમને કહેતો આવ્યો છું, છતાં તમે મારું સાંભળ્યું નહિ.
