Skip to content
Methodist Church Nadiad
તે દેશ વિષે જે સર્વ વચન હું બોલ્યો હતો. તે મુજબ હું તેના પર વિપત્તિ લાવીશ. એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે જે ભવિષ્ય સર્વ દેશો વિષે યર્મિયાએ કહ્યું છે તે પ્રમાણે હું વિપત્તિ લાવીશ.

યર્મિયા ૨૫:૧૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJeremiah 25:13
I will bring on that land all my words which I have pronounced against it, even all that is written in this book, which Jeremiah has prophesied against all the nations.
हिन्दीयिर्मयाह २५:१३
मैं उस देश में अपने वे सब वचन पूरे करूँगा जो मैंने उसके विषय में कहे हैं, और जितने वचन यिर्मयाह ने सारी जातियों के विरुद्ध भविष्यद्वाणी करके पुस्तक में लिखे हैं।

સંદર્ભમાં

૧૧આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઈ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામી કરશે.

૧૨અને સિત્તેર વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને ખાલદીઓના દેશને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “તેમની ભૂમિ હંમેશને માટે ઉજ્જડ થશે.

૧૩તે દેશ વિષે જે સર્વ વચન હું બોલ્યો હતો. તે મુજબ હું તેના પર વિપત્તિ લાવીશ. એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે જે ભવિષ્ય સર્વ દેશો વિષે યર્મિયાએ કહ્યું છે તે પ્રમાણે હું વિપત્તિ લાવીશ.

૧૪તેઓ પોતે ઘણી પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેઓને તેઓનાં આચરણ મુજબ, તેઓના હાથનાં કૃત્યોનો બદલો આપીશ.”

૧૫માટે યહોવાહ ઇઝરાયલના ઈશ્વરે આ પ્રમાણે મને કહ્યું કે; “આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.