યર્મિયા ૨૫:૯
જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના રાજા મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ.યર્મિયા ૨૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 25:9
- behold, I will send and take all the families of the north,” says the LORD, “and I will send to Nebuchadnezzar the king of Babylon, my servant, and will bring them against this land, and against its inhabitants, and against all these nations around. I will utterly destroy them, and make them an astonishment, and a hissing, and perpetual desolations.
- हिन्दी — यिर्मयाह २५:९
- इसलिए सुनो, मैं उत्तर में रहनेवाले सब कुलों को बुलाऊँगा, और अपने दास बाबेल के राजा नबूकदनेस्सर को बुलवा भेजूँगा; और उन सभी को इस देश और इसके निवासियों के विरुद्ध और इसके आस-पास की सब जातियों के विरुद्ध भी ले आऊँगा; और इन सब देशों का मैं सत्यानाश करके उन्हें ऐसा उजाड़ दूँगा कि लोग इन्हें देखकर ताली बजाएँगे; वरन् ये सदा उजड़े ही रहेंगे, यहोवा की यही वाणी है।
સંદર્ભમાં
૭પરંતુ તમે મારું સાંભળ્યું નહિ” એમ યહોવાહ કહે છે, પણ પોતાના હાથથી બનાવેલી કૃતિઓ વડે મને રોષ ચઢાવીને તમે તમારું પોતાનું ભૂંડું કર્યું છે.”
૮તેથી સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “તમે મારાં વચનો સાંભળ્યાં નથી,
૯જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના રાજા મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ.
૧૦હું તમારી ખુશી અને હર્ષનો સાદ, વરકન્યાના વિનોદનો સાદ ઘંટીનો સાદ તથા દીવાઓનો પ્રકાશ દેશમાંથી બંધ પાડીશ.
૧૧આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઈ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામી કરશે.
