યર્મિયા ૨૬:૧
યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીની શરૂઆતમાં આ વચન યહોવાહ પાસેથી આવ્યું.યર્મિયા ૨૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 26:1
- In the beginning of the reign of Jehoiakim the son of Josiah, king of Judah, this word came from the LORD:
- हिन्दी — यिर्मयाह २६:१
- योशिय्याह के पुत्र यहूदा के राजा यहोयाकीम के राज्य के आरम्भ में, यहोवा की ओर से यह वचन पहुँचा,
સંદર્ભમાં
૧યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીની શરૂઆતમાં આ વચન યહોવાહ પાસેથી આવ્યું.
૨યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું યહોવાહના સભાસ્થાનના આંગણામાં ઊભા રહીને યહૂદિયાના સર્વ નગરોમાંથી જે લોકો ઘરમાં ભજન કરવા આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને કહેવા કહ્યું છે તે સર્વ બોલ. તેમાંનો એક પણ શબ્દ ભૂલ્યા વગર પૂરેપૂરું કહેજે!
૩કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે શિક્ષા હું તેઓને આપવાનો વિચાર કરું છું. તે હું તેઓ પર ન મોકલું.
