યર્મિયા ૩:૧૦
આમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા સાચા હૃદયથી નહિ પણ માત્ર ઢોંગ કરીને મારી તરફ ફરી છે. એમ યહોવાહ કહે છે.યર્મિયા ૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 3:10
- Yet for all this her treacherous sister, Judah, has not returned to me with her whole heart, but only in pretense,” says the LORD.
- हिन्दी — यिर्मयाह ३:१०
- इतने पर भी उसकी विश्वासघाती बहन यहूदा पूर्ण मन से मेरी ओर नहीं फिरी, परन्तु कपट से, यहोवा की यही वाणी है।”
સંદર્ભમાં
૮મેં એ પણ જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને હાંકી કાઢી હતી. મેં તેને છૂટાછેડા પ્રમાણ પત્ર આપ્યા હતા. તેમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ વ્યભિચાર કર્યો.
૯અને તેનાં પુષ્કળ ખોટાં કાર્યોથી તેણે દેશને ભ્રષ્ટ કર્યો, તેઓએ પથ્થર અને ઝાડની મૂર્તિઓ બનાવી.
૧૦આમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા સાચા હૃદયથી નહિ પણ માત્ર ઢોંગ કરીને મારી તરફ ફરી છે. એમ યહોવાહ કહે છે.
૧૧વળી યહોવાહે મને કહ્યું કે, “વિશ્વાસઘાતી યહૂદિયાની તુલનામાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે!
૧૨તેથી જાઓ અને ઉત્તર દિશામાં આ શબ્દો જાહેર કરીને કહે કે, હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પાછા આવો યહોવાહ એમ કહે છે કે, હવે હું તારી વિમુખ ક્રોધે ભરાઈને દ્રષ્ટિ નહિ કરું. કેમ કે યહોવાહ કહે છે હું દયાળુ છું હું સર્વકાળ માટે કોપ રાખીશ નહિ.
