યર્મિયા ૩:૧૪
વળી યહોવાહ કહે છે કે હે, મારો ત્યાગ કરનાર દીકરાઓ પાછા આવો, કેમ કે હું તમારો માલિક છું. અને દરેક નગરમાંથી એકેક જણને અને દરેક કુટુંબમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોન પર પાછા લાવીશ.યર્મિયા ૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 3:14
- “Return, backsliding children,” says the LORD, “for I am a husband to you. I will take one of you from a city, and two from a family, and I will bring you to Zion.
- हिन्दी — यिर्मयाह ३:१४
- “हे भटकनेवाले बच्चों, लौट आओ, क्योंकि मैं तुम्हारा स्वामी हूँ; यहोवा की यह वाणी है। तुम्हारे प्रत्येक नगर से एक, और प्रत्येक कुल से दो को लेकर मैं सिय्योन में पहुँचा दूँगा।
સંદર્ભમાં
૧૨તેથી જાઓ અને ઉત્તર દિશામાં આ શબ્દો જાહેર કરીને કહે કે, હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પાછા આવો યહોવાહ એમ કહે છે કે, હવે હું તારી વિમુખ ક્રોધે ભરાઈને દ્રષ્ટિ નહિ કરું. કેમ કે યહોવાહ કહે છે હું દયાળુ છું હું સર્વકાળ માટે કોપ રાખીશ નહિ.
૧૩માત્ર તું તારો દોષ કબૂલ કર અને કહે કે મેં મારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે; અને પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે હું પરદેશીઓની પાસે ગઈ છું! કેમ કે તમે મારું સાંભળ્યું નથી એવું યહોવાહ કહે છે.
૧૪વળી યહોવાહ કહે છે કે હે, મારો ત્યાગ કરનાર દીકરાઓ પાછા આવો, કેમ કે હું તમારો માલિક છું. અને દરેક નગરમાંથી એકેક જણને અને દરેક કુટુંબમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોન પર પાછા લાવીશ.
૧૫મારા મનગમતાં પાળકો હું તમને આપીશ; અને તેઓ ડહાપણ તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.
૧૬વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે ‘યહોવાહના કરારકોશ’ વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.’”
