યર્મિયા ૩:૪
શું તું મને પોકારીને નહિ કહે કે “હે પિતા! તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો.યર્મિયા ૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 3:4
- Will you not from this time cry to me, ‘My Father, you are the guide of my youth!’?
- हिन्दी — यिर्मयाह ३:४
- क्या तू अब मुझे पुकारकर कहेगी, ‘हे मेरे पिता, तू ही मेरी जवानी का साथी है?
સંદર્ભમાં
૨તું ખાલી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો, તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો? રણમાં જેમ આરબ પ્રતિક્ષા કરે છે. તેમ તું તેઓને સારુ રસ્તાની ધારે બેઠી છે, અને તેં તારા વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ભ્રષ્ટ કરી છે.
૩આથી વરસાદને અટકાવવામાં આવ્યો છે અને પાછલો વરસાદ પણ વરસ્યો નથી; પણ તને ગણિકાનું મગજ હતું. તેં તો શરમ છેક મૂકી દીધી છે.
૪શું તું મને પોકારીને નહિ કહે કે “હે પિતા! તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો.
૫શું તમે સદાય કોપ રાખશો? શું અંત સુધી તે ચાલુ રાખશો?’ જો, તું એમ બોલે છે પણ છતાં તેં ભૂંડું જ કર્યું છે. અને તારી મરજી મુજબ તું ચાલી છે.’”
૬યોશિયા રાજાના સમયમાં યહોવાહે મને પૂછ્યું કે, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પ્રજાએ જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે વ્યભિચાર કર્યો છે.
