યર્મિયા ૩૦:૧૮
યહોવાહ કહે છે; “જુઓ, યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેઓના ઘરો પર હું દયા કરીશ. અને નગરને પોતાની ટેકરી પર ફરી બાંધવામાં આવશે તથા રાજમહેલમાં રજવાડાની રીત મુજબ લોકો વસશે.યર્મિયા ૩૦:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 30:18
- The LORD says: “Behold, I will reverse the captivity of Jacob’s tents, and have compassion on his dwelling places. The city will be built on its own hill, and the palace will be inhabited in its own place.
- हिन्दी — यिर्मयाह ३०:१८
- “यहोवा कहता है: मैं याकूब के तम्बू को बँधुआई से लौटाता हूँ और उसके घरों पर दया करूँगा; और नगर अपने ही खण्डहर पर फिर बसेगा, और राजभवन पहले के अनुसार फिर बन जाएगा।
સંદર્ભમાં
૧૬જેથી જેઓ તને ખાઈ જાય છે. તે સર્વને ખાઈ જવામાં આવશે. તારા બધા શત્રુઓ બંદીવાસમાં જશે. તારા પર જુલમ ગુજારનારાઓ જ જુલમનો ભોગ બનશે, તને લૂંટનારાઓ જ લૂંટાઈ જશે.
૧૭કેમ કે હું તને આરોગ્ય આપીશ; અને ‘તારા ઘાને રૂઝાવીશ, એમ યહોવાહ કહે છે. ‘કેમ કે તેઓએ તને કાઢી મૂકેલી કહી છે. વળી સિયોનની કોઈને ચિંતા નથી.”
૧૮યહોવાહ કહે છે; “જુઓ, યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેઓના ઘરો પર હું દયા કરીશ. અને નગરને પોતાની ટેકરી પર ફરી બાંધવામાં આવશે તથા રાજમહેલમાં રજવાડાની રીત મુજબ લોકો વસશે.
૧૯અને તેઓમાં આભારસ્તુતિ તથા હર્ષ કરનારાઓનો અવાજ સંભળાશે. હું તેઓની વૃદ્ધિ કરીશ તેઓ ઓછા થશે નહિ; અને તેઓને મહાન તથા મહિમાવંત પ્રજા બનાવીશ.
૨૦તેઓના લોકો પાછા પહેલાંના જેવા થશે; તેઓની સભા મારી નજર સમક્ષ સ્થાપિત થશે, અને જેઓ તેમનો ઉપદ્રવ કરે છે તેમને હું સજા કરીશ.
