યર્મિયા ૩૦:૭
અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે! એના જેવો દિવસ કદી ઊગ્યો નથી, તે તો યાકૂબના સંકટનો દિવસ છે. પણ તે તેમાંથી બચશે.યર્મિયા ૩૦:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 30:7
- Alas, for that day is great, so that none is like it! It is even the time of Jacob’s trouble; but he will be saved out of it.
- हिन्दी — यिर्मयाह ३०:७
- हाय, हाय, वह दिन क्या ही भारी होगा! उसके समान और कोई दिन नहीं; वह याकूब के संकट का समय होगा; परन्तु वह उससे भी छुड़ाया जाएगा।
સંદર્ભમાં
૫“તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે તે શાંતિનો નહિ પણ ભયનો અવાજ છે.
૬તમારી જાતને પૂછો કે શું કોઈ પુરુષને પ્રસવવેદના થાય? પ્રસૂતાની જેમ દરેક પુરુષને પોતાના હાથથી કમરે દાબતો મેં જોયો છે, એનું કારણ શું હશે? વળી બધાના ચહેરા કેમ ફિક્કા પડી ગયા છે?
૭અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે! એના જેવો દિવસ કદી ઊગ્યો નથી, તે તો યાકૂબના સંકટનો દિવસ છે. પણ તે તેમાંથી બચશે.
૮સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘તે દિવસે હું તેઓની ગરદન ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ. અને તેઓનાં બંધન તોડી નાખીશ. પરદેશીઓ ફરી કદી એમની પાસે સેવા નહિ કરાવે.
૯તેઓ પોતાના ઈશ્વર યહોવાહની સેવા કરશે. અને તેઓને માટે તેઓના રાજા તરીકે હું દાઉદને રાજા બનાવનાર છું. તેની સેવા તેઓ કરશે.
