યર્મિયા ૩૨:૬
યર્મિયાએ કહ્યું, યહોવાહનું વચન આ પ્રમાણે મારી પાસે આવ્યું કે,યર્મિયા ૩૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 32:6
- Jeremiah said, “The LORD’s word came to me, saying,
- हिन्दी — यिर्मयाह ३२:६
- यिर्मयाह ने कहा, “यहोवा का वचन मेरे पास पहुँचा,
સંદર્ભમાં
૪અને યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી બચવા નહિ પામે, તે નિશ્ચે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, તે તેની સાથે મોઢામોઢ વાત કરશે. અને બન્ને એકબીજાને નજરોનજર જોશે.
૫તે સિદકિયાને બાબિલ લઈ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. “તમે ખાલદીઓ સામે લડશો તોપણ વિજય નહિ પામો.” એમ યહોવાહ કહે છે.
૬યર્મિયાએ કહ્યું, યહોવાહનું વચન આ પ્રમાણે મારી પાસે આવ્યું કે,
૭‘જો, તારા કાકા શાલ્લુમનો દીકરો હનામેલ તારી પાસે આવીને તને કહેશે કે, અનાથોથનું મારું જે ખેતર છે તે તું વેચાતું લે, કેમ કે મૂલ્ય આપી તેને છોડાવવાનો તારો હક્ક છે.”
૮પછી, યહોવાહના વચન પ્રમાણે મારા કાકાના દીકરા હનામેલે ચોકીમાં મારી પાસે આવી અને કહ્યું કે, “બિન્યામીનના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે. કેમ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે. તે તારે પોતાને માટે વેચાતું લે,” ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાહનું વચન છે.
