યર્મિયા ૩૩:૧૪
યહોવાહ કહે છે કે, “જુઓ! એવો સમય આવશે કે’ “જે સમયે ઇઝરાયલના તથા યહૂદિયાના હકમાં સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ.યર્મિયા ૩૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 33:14
- “Behold, the days come,” says the LORD, “that I will perform that good word which I have spoken concerning the house of Israel and concerning the house of Judah.
- हिन्दी — यिर्मयाह ३३:१४
- “यहोवा की यह भी वाणी है, देख, ऐसे दिन आनेवाले हैं कि कल्याण का जो वचन मैंने इस्राएल और यहूदा के घरानों के विषय में कहा है, उसे पूरा करूँगा।
સંદર્ભમાં
૧૨સૈન્યોના યહોવાહ કહે છે કે; વસ્તી વગરના અને પશુ વગરના ઉજ્જડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેના નગરોમાં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતાં ભરવાડોનું આશ્રયસ્થાન થશે.
૧૩યહોવાહ કહે છે, પહાડી દેશમાં, શફેલાનાં નગરોમાં અને દક્ષિણ પ્રદેશમાં અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની ચારેતરફના સ્થળોએ ઘેટાં ગણનારાના હાથ નીચે ટોળાં ફરી હારબંધ ચાલશે.”
૧૪યહોવાહ કહે છે કે, “જુઓ! એવો સમય આવશે કે’ “જે સમયે ઇઝરાયલના તથા યહૂદિયાના હકમાં સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ.
૧૫તે સમયે હું દાઉદના કુળમાં એક ન્યાયીપણાનો અંકુર ઉગાવીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.
૧૬તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે તથા યરુશાલેમ નિર્ભય રહેશે. ‘યહોવાહ આપણું ન્યાયીપણું’ એ નામથી તેઓ ઓળખાશે.’”
