યર્મિયા ૩૩:૧૯
વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,યર્મિયા ૩૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 33:19
- The LORD’s word came to Jeremiah, saying,
- हिन्दी — यिर्मयाह ३३:१९
- फिर यहोवा का यह वचन यिर्मयाह के पास पहुँचा
સંદર્ભમાં
૧૭કેમ કે યહોવાહ આ પ્રમાણે કહે છે, “ઇઝરાયલની ગાદીએ બેસનાર પુરુષની ખોટ દાઉદના કુટુંબમાં કદી પડશે નહિ,
૧૮તેમ જ મારી સમક્ષ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર અને નિત્ય યજ્ઞ કરનારની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.”
૧૯વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
૨૦“યહોવાહ કહે છે કે; જો તમે દિવસ સાથેનો તથા રાત સાથેનો મારો કરાર તોડશો, તો દિવસ અને રાત નિયત સમયે થશે નહિ.
૨૧એ જ પ્રમાણે તેના રાજ્યસન પર રાજ કરનાર કોઈ દીકરો ન હોવાથી મારા સેવક દાઉદ સાથેના તથા મારા સેવકો લેવી યાજકો સાથેનો મારા કરારોનો ભંગ થાય.
