યર્મિયા ૩૫:૧૩
સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; યહૂદિયા અને યરુશાલેમમાં જઈને કહે કે, ‘શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?’ આ યહોવાહનું વચન છે.યર્મિયા ૩૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 35:13
- “The LORD of Armies, the God of Israel, says: ‘Go and tell the men of Judah and the inhabitants of Jerusalem, “Will you not receive instruction to listen to my words?” says the LORD.
- हिन्दी — यिर्मयाह ३५:१३
- इस्राएल का परमेश्वर सेनाओं का यहोवा यह कहता है: “जाकर यहूदा देश के लोगों और यरूशलेम नगर के निवासियों से कह, यहोवा की यह वाणी है, क्या तुम शिक्षा मानकर मेरी न सुनोगे?
સંદર્ભમાં
૧૧પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઈ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ખાલદીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમે કહ્યું, ‘ચાલો, આપણે યરુશાલેમ જતા રહીએ, તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”
૧૨ત્યારબાદ યહોવાહનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે;
૧૩સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; યહૂદિયા અને યરુશાલેમમાં જઈને કહે કે, ‘શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?’ આ યહોવાહનું વચન છે.
૧૪રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઈ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતાં નથી.
૧૫મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, ‘તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો; તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ અને મારું સાંભળ્યું નહિ.
